પધારો મોમાઈ માત
પધારો મોમાઈ માત
આવી રઢિયાળી નોરતાની રાત,
રૂમઝુમ પધારો મારી મોમાઈ માત,
તું થઈ ઊંટની અસવાર,
વાગે ઘુઘરાનો ઝણકાર,
તારા બાલુડા જોવે વાટ,
મા પધારો મારે દ્વાર,
ઊગાડો મારે આતમ પ્રભાત,
જીવનને મારે રેલાઈ રાત,
ભાવથી ભજુ તુજને મોમાઈ માત,
ટાળોજો ભવનીે મોટી ધાત,
જીવન આશા એક તુજ,
આશા પૂરી કરજો માત,
હાથ જોડી વિનવુ તને,
મા રાખજે મોરી લાજ.
