ભયભીત વન
ભયભીત વન
લીલી વનરાઈ ને રાત ફૂલ,
મસ્તીમાં મસ્ત બની ઝૂમતા લહેરાતાં
પાંદડાંના ખડખડાટથી
વાદળો ડરતાં
ક્યારે વરસાવી મૂકશે?
એની વનરાઇના બળે.
ને વાદળો દોડી જતા !
મસ્તીભરી વનરાઇ
ઝૂકી સહેજ..આથમણી બાજુ
ઓહ !
પૃથ્વી પર અમ સ્વર્ગમાં...
આ શું છે કલંક ?
લીલુડી ધરતી પર
આમ કચરાનાં ઢગ
અસ્તિત્વને ગળી જાશે અચૂક
માનવ તો કાપતો રહ્યો..
અને હવે કચરો...
ભાગો...ભાગો...વનરાઈ દોડી
પણ હવે કેમ જવાશે?
જ્યા કુદરતે ખોડી !
જડ-મૂળ સાથે વનરાઈ ખળભળી.
હવે તો આભમાં નજર
ને વાદળની દોસ્તી કેળવવી પડશે..
ધરા તો વેન્ટિલેટર પર પડી.
રે કિસ્મત...થશે
હાલત હવે ઝાડ-પાનની કેવી..
વનરાઈ રડી પડી.