થઈ રહ્યું
થઈ રહ્યું
હું દેખી રહ્યો પડછાયાને
કિરણો થકી દમન થઇ રહ્યું
યાદ કરતો હતો જેને દરરોજ
તેનું આગમન થઇ રહ્યું
જે રસ્તાં હતા સાવ જુદા
આજે તેનુ સંકલન થઇ રહ્યું
હતી જે જુની લાગણીયો
તેનુ પુન: સર્જન થઇ રહ્યું
હવામાં લખાયેલા શબ્દોનું
"સરસ" સર્જન થઇ રહ્યું
