આત્મા વૃક્ષની
આત્મા વૃક્ષની
ઓ ભલા માનવીઓ સાંભળો,
હું આત્મા વૃક્ષની કુદરતી કંઈક કે'વા આવી
સંદેશા લઈ આવી તમારે દ્વાર,
ન કાપો મને,
થઈ જશે સૂનો સંસાર
ઓ ભલા માનવીઓ સાંભળો,
હું આત્મા વૃક્ષની કંઈક કે'વા આવી
કેમ ભૂલો મને હું જ
તમારુ જીવનદાન છું
હું ગુણોથી ગુણીયલ
તમારા શ્વાસોનો આધાર છે,
ઓ ભલા માનવીઓ સાંભળો,
હું આત્મા વૃક્ષની કંઈક કે'વા આવી.
