ગિરધરનાથ
ગિરધરનાથ
વાદળોમાં રંગ પૂરનાર
ચંદ્રનો પ્રકાશ છે
આ આકાશનો આભાસી ટેકો
જે કાળા રંગનું આકાશ છે,
હાસ્ય,
રુદન,
પ્રેમ અને સંવેદનાની સાંકળ સમો
ગોકુળની ગોપીઓનો ગોવર્ધન નાથ છે રે...
દરેકમાંથી સર્જન કરનાર
દરેકમાંથી વિસર્જન કરનાર
શામળિયો ગિરધરનાથ છે રે...
