સૂરજ
સૂરજ
સવારે
ઊઠ્યો સૂરજ
ને ચાલતો થયો,
જોવા માટે
પૃથ્વીની
લીલોતરી,
જોઈ
એણે ઘનઘોર
ઘટા
આભની છટા,
જોઈ આ બધું
ખુશખુશાલ
થઈ ગયો,
મનમાં થયું એને
કે ચાલ આજે અહીં જ રહી જાઉં
અને
પછી
ફરતો ફરતો એક મલકમાં પહોંચ્યો,
જ્યાં જોઈ બરબાદીની બંજર જમીન
માણસોના શ્વાસો વગરના ખોળિયા
ને પાછો ઝડપથી આભે ચડી ગયો.
