જવાનું.. એક..દિ
જવાનું.. એક..દિ
કરોળિયે જે બાંધ્યો તાંતણો
ધીરેથી તેના પર ચડી જવાનું,
આવે અટકળ કોઈ વગર પૂછે
ક્યાંથી આવે તેને પૂછી જવાનું,
ફાનસ જેમ રહેવાનું અહીં
જરૂર પડે ત્યાં સળગી જવાનું,
જરૂરી નથી બધું મળવું જોઈએ
કાગળની હોડી બની તરી જવાનું,
હસી લેવાનું થોડું કારણ વગર "સરસ"
શું ખબર કાલે માટી ભેળું ભળી જવાનું !
