આ શબ્દો શું કરે ?
આ શબ્દો શું કરે ?
આ શબ્દો શું કરે ?
સદીઓથી સુકાયેલી નદીના
પટમાંથી પાણી શોધી લાવે
આ શબ્દો શું કરે ?
ધિગાણે ચડેલા વિરોના
બલિદાનની વાતો ગોતી લાવે
આ શબ્દો શું કરે?
ક્ષિતિજોના ક્ષેત્રફળ શોધી લાવે
માનવમાંથી માનવતા ગોતી લાવે
આ શબ્દો શું કરે ?
ભાષાને શ્વાસ આપે
બોલીને ભીનાશ આપે
વેદનાને વાચા આપે
આ શબ્દો શું ના કરે !
