STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.7  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

મળશે

મળશે

1 min
249


ખાલી થયો છું નિચોવી જાતને, હવે ચાહ મળશે ?

ઉપહારની ખાસ ઈચ્છા નથી, બસ સરાહ મળશે ? 


વેરાન હતો જે મારગ, ત્યાં જોઉં છું ભીડ આજે,

જવાની ઉતાવળ તો મનેય છે, થોડી રાહ મળશે ? 


સંબંધો લાગે છે પાનખર સમા, વસંતની છે તલાશ,

મેઘની જરૂર નથી, બે ક્ષણ મીઠી નિગાહ મળશે ?


કાચો હતો આ ગોળાકાર દુનિયાદારીની સમજણમાં,

પાકા કેમ થવાય એ માટેની થોડીક તરાહ મળશે ?


આખરે 'નાના' હાર્યો, કારણ રમતા ન આવડયું આ રમતમાં,

જીતી કેમ જવાય? જાણવું છે એકાદ સલાહ મળશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy