STORYMIRROR

Kalpesh Vyas

Fantasy Others

4  

Kalpesh Vyas

Fantasy Others

એકધારો

એકધારો

1 min
72

રાત આખી એકતારો વાગતો 'તો એકધારો,

એક તારો માન રાખી, ભાળતો 'તો એકધારો.


ભાળતો 'તો આભમાંથી, આ ભણી જે નેક તારો 

હાથ મારો સાથ તારો, માંગતો 'તો એકધારો.


વાદળાંની આડમાં જો, છે છુપાતો ચાંદ છાનો, 

ચાંદ પણ એ રાત આખી, ભાગતો 'તો એકધારો.


તારલાં પણ રાત ભર તો, એક સ્થાને જો ચમકતા, 

ભાગતો 'તો ચાંદ પણ એ, થાકતો 'તો એકધારો. 


કાલ્પનિકની રાત આખી, પણ છે વીતી જાગવામાં, 

આભલામાં તારલાંને, ખાળતો 'તો એકધારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy