ગઝલ - નૂર છું
ગઝલ - નૂર છું

1 min

49
સાત સૂરોના પછીનો સૂર છું,
દેવકીની કૂખનું હું નૂર છું.
વસ્ત્ર ચોર્યા, ચીર પણ પૂર્યા જુઓ,
પ્રેમમાં હું એ રીતે મગરૂર છું.
નીરખી રાધા ને મીરાનો પ્રણય,
ભાન ભૂલી ઘેનમાં ચકચૂર છું.
બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું,
ધર્મ રક્ષા કાજ હું તો ક્રૂર છું.
થઈ સુદામા બસ પ્રવેશો મારામાં,
દિલથી હું સ્વીકારવા આતુર છું.
આંગળીથી ઉંચક્યો 'તો પ્હાડ મેં,
ડર ભગાવા માટે હું મશહૂર છું.
શ્વાસની અંદર ભળેલાં છો તમે,
આમ પણ ક્યાં આપનાથી દૂર છું ?