દુનિયાને ઝૂકવું પડશે
દુનિયાને ઝૂકવું પડશે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
કેમ ડરે છે તું આ દુનિયાથી, તારા સ્વપ્નની આગળ
આ દુનિયાને ઝુંકવું પડશે,
તું માત્ર ચાલ્યા કર ધીમે ધીમે, પથમાં આવતા
દરેક મેરુંને બાજુમાં હટવું પડશે,
તું માત્ર આપજે સાથ સત્યનો, જૂઠના
દરેક દરવાજાને તૂટવું પડશે,
હસે હાસ્ય જો સંકટમાં પણ તારા મુખે
તો જીવનના દરેક મુશ્કેલીને તારી સામે ઝૂંકવું પડશે,
રહેજે તું ખુદનો મિત્ર બનીને પોતાની સાથે
તારા દરેક તાકાતવર શત્રુને તારી સામે હારવું પડશે,
તારી આશાઓ તને પાર કરાવશે દરિયા, તું આશા તો રાખ
પથ્થરને પણ રામસેતુ ની જેમ તરવું પડશે,
હસે હિંમત જો કશું કરી બતવવાની તો, કર હિંમત
તકને પણ વારંવાર તારી સામે આવવું પડશે,
હસે ઘણા ઈર્ષા કરનારા અને તારા લક્ષ્યને તોડનારા લોકો
પણ તારી સફળતા જોઈને બધા એ સામેથી આવવું પડશે.