તને યાદ કરું છું
તને યાદ કરું છું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
સારું થયું કે થોડું ઘણી સોશ્યલ મીડિયાની આ યાદો બની ગઈ હતી,
જેના સહારે આજે પણ હું તને વાંચીને સાંભળું છું.
તારી યાદમાં પણ તને યાદ કરું છું.... તને યાદ કરું છું,
ક્યાં લય જશે તારી યાદ એ નથી જાણતો હું
વગર મંજિલ નું વિચાર્યે હું રસ્તે ચાલ્યો જાવ છું,
ક્યાંક કાંટાળા તો ક્યાંક ફૂલોથી ભરેલા રસ્તે
ભટકાવ છું.
એટલું સહજ થઈ ગયુ છે તારું વિખૂટાપણું કે
ફૂલોની મહેક અને કાંટાના દર્દને પણ ભૂલી જાવ છું.
માત્ર તારી યાદ માત્રથી જ જીવતો રહ્યો છું,
તું આવી ને જો હું તો હવે હરતું ફરતું આત્મા વિનાનું શરીર માત્ર છું.
કાં'તો એક માણસ બનાવી દેશે મને તારી યાદો
કાંતો હંમેશ ને એક જીવતી લાશ જ રાખશે મને તારી યાદો,
હું ખુદને નથી સંભાળી શકતો જ્યારે પણ તને યાદ કરું છું
આંખોમાં આંસુ અને તકિયાની ભીનાશ હંમેશ ને હું પામું છું,
આખો દિવસ તો હું પસાર કરી લઉં છું આ જેમતેમ
પણ સાલું એકલતામાં તારી યાદોને ક્યાં રોકી શકું છું.