Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manish Solanki

Fantasy Inspirational

4.0  

Manish Solanki

Fantasy Inspirational

એક ઝરણું હવે ક્યાં શોધું હું

એક ઝરણું હવે ક્યાં શોધું હું

1 min
926


એક ઝરણું હવે ક્યાં શોધું હું 

ખોવાણું છે એ સરિતામાં....


એ સરિતા ને કેમ નિહાળું હું

મળી ગઈ છે એ પણ વિશાળ સાગરમાં....


જતો પાછળ જ્યારે ઝરણાંની આ નાના

સામે ખળખળ વહેતી મળતી એ સરિતા,


હંમેશ ને વહેતી રહેતી એ ટકરાય ને,

જળ પથ્થર ને મધુરું સંગીત જોને દેતી એ,


સાવ સરખું જીવન છે આ મારું

હું ઝરણું અને તું છે સરિતા...


ખોવાયો છું હું પણ તારામાં

સાથે મળશું હવે આપણે પણ સાગરમાં.


બધી વેદના, ચિંતા ને ઉછાળી દેશું

આ સાગર તણા મોજામાં..


શું થશે ? કેમ મળશું ? ખબર કંઈ નથી

થવું છે સમંદર એ જ આશ છે દિલમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy