દિવાળીનો તહેવાર
દિવાળીનો તહેવાર
આમ એકલા ના જશો
દિવાળીમાં ફરવા ના જશો,
ઘરમાં આવશે મહેમાન ત્યારે
ઘર બંધ કરીને ના જશો,
તહેવારની ઉજવણી તો
સાથે મળીને કુલઘરમાં કરજો
કુટુંબ સાથે મોજમાં રહેજો,
આમ એકલા ના જશો
દિવાળીમાં ફરવા ના જશો,
નવા નવા કપડા પહેરી
ઘરને સુઘડ રાખજો,
લક્ષ્મીજીને બોલાવવા માટે
ઘર આંગણે દીવાઓ કરજો,
આમ એકલા ના જશો
દિવાળીમાં ફરવા ના જશો,
મઠિયાં, સેવ, ટમટમ, ચકરી
મહેમાન આવે તો આપજો,
કાજુ કતરી, ગુલાબ જાંબુ,
મીઠા ભાવ સાથે આપજો,
મહેમાનનું સ્વાગત કરજો
મુખવાસ આપીને
હસતા હસતા વિદાય કરજો,
આમ એકલા ના જશો
દિવાળીમાં ફરવા ના જશો,
તન રાખો ચોખ્ખું ને
મન પણ રાખો ચોખ્ખું
બધા કંકાસ ઝગડા ભૂલીને
શાંતિથી તહેવાર માણજો,
આમ એકલા ના જશો
દિવાળીમાં ફરવા ના જશો.
