ચાહતમાં છે એવી અસર!
ચાહતમાં છે એવી અસર!
પ્રિયતમની આંખોમાં મને દુનિયા દેખાય,
નજર મળે એની સુખ હજાર મળી જાય,
આતો કેવી ચાહતની અસર છે એની,
એનું મૌન પણ મને સમજાય જાય !
એની એક ઝલક જોવા દિલ તરસી જાય,
એનું એક સ્મિત હજારો દીવડાં પ્રક્ટાવી જાય,
જોઈ એનું હસીન મુખડું જીવવાનું કારણ મળી જાય,
ઉદાસી જાણે મારી બધી ગાયબ થઈ જાય,
બસ મહેબૂબની એક હસીન નજર પડે મારા પર,
અને હૈયે સપનાના મેઘ ધનુષ્ય રચાઈ જાય,
કહેવા માટે લાખો શબ્દો વિચારું હું,
એ મારા તરફ દ્રષ્ટિ કરે ત્યાં હોઠ બેજુબાંન બની જાય.

