STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

નવી દિવાળી

નવી દિવાળી

1 min
315

ચાલો પ્રગટાવી એ દીવડા આપણે

નવા નાકે દિવાળી કરીએ,


નવરાત્રી જાય ને દોડતી આવે

ઘર ઘરમાં દિવાળી આવે,


ચાલો પ્રગટાવી એ દીવડા આપણે

નવા નાકે દિવાળી કરીએ,


દિવાળીમાં કરીએ ઘરની સફાઈ

સાથે સાથે મનને સાફ રાખીએ,


મનના અહમને મૂકી આવીએ

સહુ સાથે સંપીને રહીએ,


ચાલો પ્રગટાવીએ દીવડા આપણે

નવા નાકે દિવાળી કરીએ,


દીવડા પ્રગટેને અંધારું દૂર

મનની કડવાશ કરો હવે દૂર,


અજવાળું તો સૌને ગમે

દિવાળીમાં અંધારામાં કોણ રહે ?


ચાલો પ્રગટાવી એ દીવડા આપણે

નવા નાકે દિવાળી કરીએ,


જીવનમાં જો આપણે સુખી થાવું 

છળકપટનો ત્યાગ કરીએ,


હૃદય કમળની કોમળતાને

સત્કર્મ થકી સુંદર કરીએ,


ચાલો પ્રગટાવીએ દીવડા આપણે

નવા નાકે દિવાળી કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama