STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

સો સો સલામ

સો સો સલામ

1 min
294

સ્વાર્થ છોડી પરમાર્થ કાજે, કર્યા અનોખા કામ,

પૂતળીબાઈના જાયા, તમને સો સો સલામ !


અહિંસાના ધારક મોહન, સાચના સિપાઈ, 

સાદગીના પહેર્યાં વાઘા, તમને સો સો સલામ !


છૂત અછૂતને સમાન ગણી, ચરખો કાંત્યો જાતે,

નાતજાતના ભૂલાવ્યાં વાડા, તમને સો સો સલામ !


સાબરમતીના સંત અનોખા દ્રઢ નિશ્ચયધારી,

એકાદશ વ્રતો પૂર્ણ પાળ્યાં, તમને સો સો સલામ !


આત્મવિશ્વાસની પ્રબળ જ્યોતિ, સૂક્કલકડી કાયામાં,

મહાસત્તાના મૂળિયાં ઉખેડ્યાં, તમને સો સો સલામ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy