દીકરીનું મહત્ત્વ
દીકરીનું મહત્ત્વ
દીકરો છે ઘરનો સ્તંભ, તો છે દીકરી આધાર,
વિના દીકરીએ પણ,થઈ જવાય નિરાધાર,
દીકરો છે ઘરનો ચિરાગ, તો દીકરી પણ છે પરાગ,
ઊજાળે છે દીકરો એક કૂળને, તારે છે દીકરી બે કૂળ ને!
પરણી ને ભલે લેછે દીકરી વિદાય પણ,
માતા- પિતાને, એ ભૂલતી નથી સદાય !
હવે યુગ નથી રહ્યો, દીકરા દીકરીના ભેદનો,
લોકો હવે સમજ્યા છે, સાચા અર્થમાં મંત્ર વેદનો !
દીકરોછે જગતમાં માતા-પિતાનું સન્માન,
તો દીકરી પણ છે, આ વિશ્વનું અભિમાન !
આપશું બંનેને જો એકસરખું સન્માન,
તો જગમાં પણ મળશે દીકરીને સમ્માન !
