ખબર ન પડી
ખબર ન પડી
"૨૨"ની સાલ આવી ને ગઈ, ખબર ન પડી,
કેટલીય યાદોની સ્મૃતિ દેતી ગઈ !
કેટલીક પળો માણી તો કેટલીક જાણી,
જીવન રંગીન કરી ગઈ,
ખબર ન પડી !
કર્યા સરવાળા સંબંધોના
ને બાદબાકી પણ કરી,
સંબંધો મજબૂત બનાવતી ગઈ, ખબર ન પડી !
મળ્યો સાથ સ્વજનો ને મિત્રોનો દુઃખમાં,
હાસ્યના ફૂવારા વેરતી ગઈ
ખબર ન પડી !
"૨૨"ની સાલમાં વીતાવી પળો સુખ દુઃખની,
ગમ ને રંજને દૂર કરતી ગઈ, ખબર ન પડી !
સમજાયું સત્ય જીવનની ક્ષણભંગુરતાનું,
મોજથી જીવવાનો મંત્ર દેતી ગઈ, ખબર ન પડી !
જે હોય તે સત્ય,"૨૨"ની સાલ આપતી ગઈ ઉપદેશ,
"૨૩"ની સાલ બનાવજે સંગીન કહેતી ગઈ, ખબર ન પડી !