આનંદ
આનંદ
વીતી ગયું આંખના પલકારામાં આંખું વર્ષ
થયો, જે માણ્યું એનો આનંદ. ને હર્ષ !
યૌવન વીંજે પાંખ, ઈશ્વરને રિઝવે આંખ
નિરાકાર ને નિરંજન, છે ઈશ્વરની શાખ !
મિત્રો ! લૂંટયો આનંદ ભલે યુવાનીનો
સમય કાઢી, માણજો આનંદ ભક્તિ નો !
પ્રવેશી મંદિરે, લેજો આનંદ ઘંટ નાદનો,
પ્રચંડ ધ્વનિ અર્પશે, આનંદ ઘંટનાદની ઉર્જાનો !
કરી સંકલ્પ નાનો, કરજો અનુભૂતિનો આનંદ,
થશે સંચાર પાવન અને શુદ્ધ નિજાનંદ નો !
ઘડી, બે ઘડી થશે વિચાર મુક્ત મન મંદિરે,
રહેશે મન તમારું પ્રસન્ન, દેવ દર્શનના. આનંદે !
માણવો હોય એટલો માણી લ્યો યુવાનીનો આનંદ,
સમય કાઢી, લૂંટજો સદા પ્રભુ ભક્તિનો આનંદ !
મિજબાની માણી, ભલે મસ્ત રહો નિજાનંદ મસ્તીમાં
યાદ કરજો ઇશ ને, રહેજો આનંદ તણી હસ્તિમાં !