ઇજારો
ઇજારો
પ્રેમનો ઇજારો હોય કે ન હોય
તારો પ્રેમ અકબંધ રાખું છું,
નજર અંદાજની રીત ગમે તે હોય
હું ચહેરા પર સ્મિતનો ઇજારો અકબંધ રાખું છું,
તારો હાથ પકડવાનો ઇજારો લઈ લીધો છે
એ હાથ ને ન છોડવાનો ઇજારો પણ હું જ રાખું છું,
કિસ્મતમાં લખ્યો હશે તારો જ ઇજારો
એ કિસ્મતને મુઠ્ઠીમાં બંધ રાખવાનો ઇજારો પણ હું જ રાખું છું,
કિસ્મત બદલે નહિ કરું છું પ્રભુ ને પ્રાર્થના
એ પ્રાર્થના કરવાનો ઇજારો પણ હું જ રાખું છું.