STORYMIRROR

Nisha Shukla

Others

3  

Nisha Shukla

Others

શહીદી

શહીદી

1 min
125


જુવાળ ફેલાયો સર્વત્ર,

ઝનૂને જગાવી ક્રાંતિ,

નથી બેસવું હવે શાંતિથી,

નથી લેવી વિશ્રાંતિ !


સ્નેહની ડાળીએ, બાંધ્યો

હતો માળો, હતી એ ભ્રાંતિ,

નથી રહી તમા સ્નેહની, કરવી રહી ક્રાંતિ !


ભરીને ઉડાન આંબવાનું 

છે ગગન વિશાળ,

થઈને શહીદ કરીશું ખાત્મો, શત્રુઓનો વિશાળ !


સંસારની છોડી માયા,

વહોરી શહીદી કરીને અર્પણ કાયા,

બનીને શહીદ કરીશું ઋણ

અદા ત્યાગીને માયા !


સળગી છે ચિનગારી, દેશ

ના સરહદે,

જુવાળ ક્રાંતિનો લપેટાયો મારા શરીરે !

લડતાં લડતાં, ફના થઈશું વતનમાં, 

શહીદીનું રહે જોમ અંત સુધી કફનમાં !


Rate this content
Log in