પ્રકૃતિ
પ્રકૃતિ
1 min
177
ખીલી ઊઠી પ્રકૃતિ, સોળે કલાએ તેજ ગતિમાં,
ઉષા ભળી મંદ ગતિએ,
પોતાની રીતિમાં !
વાય શીત વાયુ, આજ લયમાં તરંગે,
શીત ઠંડક અર્પે ધરાને ઉમંગે !
મંદમંદ વાયુમાં, ન્હાય આજ પુષ્પોને પર્ણો,
વિહંગ બેસીને ધરે, પુષ્પો,
પર્ણોને આજ કર્ણો !
આજ શુભ્ર વાયુ વાય ને
પ્રકૃતિ ડહોળે,
એમાં નવપલ્લવ, નાહી પોતાને ઝબોળે !
પ્રકૃતિએ ખીલ્યાં આજ
ઊંચા ઊંચા ગિરિશૃંગો,
કરે ગુંજાવર ગિરિશૃંગે આજ ભૃન્ગો !
નવોઢા સમ પ્રકૃતિ, જાણે
આજ પહાડો ચૂમે,
શીત વાયુ વેરી, પ્રકૃતિ આજ મસ્તીમાં ઝૂમે !