લાગણી
લાગણી
શોધવા બેઠી લાગણી,ન મળી કોઈ અનુભૂતિમાં !
લાગણીને બેઠી વહાવવા, ન મળી સહાનુભૂતિમાં !
સ્વજનો સાથે મિલાવી લાગણી આંખોથી,
ન જોઈ લાગણી,એમની આંખોમાં !
શોધવા ગઈ લાગણી અહીંતહીં
મળી લાગણી મિત્રોની મસ્તીમાં !
હાથ લાગ્યું મને એક સત્ય લાગણીનું,
મળી ગયું મને એ, માની મમતામાં !