બાકી છે !
બાકી છે !
1 min
346
જીવન સંધ્યા એ થયું આગમન,
નથી કરવું હજી સ્વર્ગે ગમન !
હૃદયને કહો ધબકાર થંભી જાય,
હજી જીવનમાં ઘણું કરવાનું બાકી છે !
નિદ્રા ને કહો ,થોડી ક્ષણ થંભી જાય,
હજી જાગીને સપનાઓ જોવાનું બાકી છે !
મૃત્યુ ને કહો, નથી મરવાની વય હજુ,
સપનાઓ પૂરાં કરવાનાં બાકી છે !
નથી જવું મારે આ જગત છોડીને,
અધૂરાં કર્યો પૂરાં કરવાના બાકી છે !
તું ભલે મને કદાચ છેતરી લઈ જશે,
પણ નસીબ નો મને સાથ આપવાનો બાકી છે !
આપી છે આવરદાએ મને ખૂબ શક્તિ,
ફિનિક્સની જેમ રાખમાંથી બેઠા થઈ જવાનું બાકી છે !
કરવા છે હિસાબો હજી ઘણા મને,
હે મૃત્યુ ! મારે હજી ઘણાનું ઋણ અદા કરવાનું બાકી છે !