શૈશવની મજા
શૈશવની મજા
બજારમાંથી ઢીંગલી લીધી,
એને પહેરાવી સાડી,
કર્યો કપાળે ચાંદલો,
ડોકે પહેરાવી માળા,
સરસ એનો ચોટલો વાળી,
ફૂલથી એને શણગારી,
લટકમટકતી ચાલ ચલાવી,
હું ને ઢીંગલી નીકળ્યા ફરવા,
ફરીફરીને મજા કરતાં,
થઈ ગયું ઘોર અંધારું,
ન દેખાયું ત્યાં ખાબોચિયું ગંધારું,
પગ અચાનક લપસી ગયો,
સાડી છેડો છૂટી ગયો,
ઢીંગલીબાઈ પડી ગયાં
ઉતરી ગઇ એની સાડી,
વાળ એના થઈ ગયા,
જાણે ચકલીનો માળો,
કેવી સજાવી હતી એને,
અરર ! હાલહવાલ થઈ ગયા,
રડતી રડતી ઘરે પહોંચી
બાએ છાની રાખી,
નવી ઢીંગલી લઈ ને આપી,
ગુસ્સો મારો ગયો ઓગળી,
ફેરવાઈ ગયો આનંદમાં,
કેવી મજા ભાઈ કેવી મજા !
મળતી રહે સદા આવી સજા !