સ્પંદન
સ્પંદન
1 min
129
કવિતા છે હૃદયમાંથી નીકળેલી સરવાણી,
અને વળી છે એ સ્પંદનની વાણી !
પળે પળે અંગુલી વડે રચાતી કલ્પનાની રાણી,
જેને હોય સાચી સૂઝ એણે જાણી !
જન્મથી મૃત્યુ પર્યંત, રહે ઉરને અજવાળતી,
ભાષાની ગરિમા ને એ છલકાવતી !
વિચારોની પીંછીનો છે સંગ્રહિત ખજાનો,
મનગમતો આકાર આપે એ મજાનો !
સ્પંદનનો વહેતો અસ્ખલિત પ્રવાહ નિરાળો
જગતમાં છે એ સૌથી ન્યારો !