STORYMIRROR

Nisha Shukla

Others

3  

Nisha Shukla

Others

ગામઠી ઘર

ગામઠી ઘર

1 min
228


વતનમાં ગામડે, કલ્પનાનું ઘર બનાવ્યું,

બહારથી નાનું, અંદરથી મોટું સજાવ્યું !


"આરો"ને બદલે, સરસ પાણિયારું બનાવ્યું,

મોટા રસોડામાં એને શોભાવ્યું !


અંદર ઓરડો નાનો, ઓસરી મોટી બનાવી,

એને ગામઠી શોભાથી સજાવી !


બહાર રાખ્યું ફળિયું મોટું 'ને રાખ્યો ખાટ,

અલકમલકની વાતો કરવા ઝુલાવ્યો પાટ !


નામ રાખ્યું દેશી એનું,"કૃષ્ણા"

કલ્પનાનું ઘર મસ્ત બનાવી છીપાવી તૃષ્ણા !


Rate this content
Log in