અમીછાંટણા
અમીછાંટણા
આજે વહેલી પરોઢે,
સૂર્યદેવનાં ઉદય ટાણે,
હું તો, આંખો ચોળતા
બહાર આવી,
જોયું તો,
વરસાદ ધીમી ધારે વરસી
રહ્યો હતો,
માટીની ભીની-ભીની ખુશ્બુ,
મનને તરબતર કરી રહી હતી,
વરસાદનાં અમીછાંટણા,
પુષ્પો અને પર્ણો પર,
કાચની માફક, ચમકી રહયાં હતાં,
એ આહ્લલાદક દ્રશ્ય,
જોતાં હૈયે હરખ ના સમાણો,
આમ જ, આજે-
સૂર્યદેવનાં ઉદય ટાણે,
ધરા પર લહેરાતાં-
લીલાંછમ તૃણ જોઈ,
રંગબેરંગી ફૂલો મલકાતાં જોઈ,
ગુંજન કરતો ભમરો જોઈ,
કિલ્લોલ કરતાં પક્ષી જોઈ,
વૃક્ષોને હરખે લહેરાતાં જોઈ,
ને તરબતર ધરા જોઈ,
હૈયું થયું તું તૃપ્ત. !!
