આવશે મેહુલિયો
આવશે મેહુલિયો
મેહુલિયા તારા આગમનની આસમાં માનવ કેટલા થાકી જાય છે
વર્ષોથી ન બુઝાઈ હોય તેવી પ્યાસનો અહેસાસ થાય છે,
તને ખબર છે, તારા સ્વાગતમાં કેટલા ટોળા ઉમટી જાય છે
તારી સાથે તો વીજના ચમકારા અને વાદળની ગર્જનામાં વાત થાય છે,
નભે ક્યારેક દેખાતું મેઘ ધનુષ્ય તો જાણે સ્વપ્ના રચી જાય છે
તું આવીશ કે જઈશ, એ વિચારથી દિલને વેદના વધુ થાય છે,
પહેલા તો ઠંડા પવનની લહેર કાનમાં ઘણું કહી જાય છે
સૌંદર્યની નિહાળતા ચક્ષુની હાલત શું થાય છે,
મમ્મી કહે તે સાચું, તારું તોફાન કેમ ઓચિંતું શમી જાય છે
ઉતારામાં ઈશારા કરી દક્ષિણમાં વાદળ વરસતા થાય છે,
પહેલા તો શરૂઆતમાં ખુશ્બુ ભર્યા છાંટણા આપી જાય છે
પછી મુશળધાર થઈ નદી નાળા તળાવ છલકતા થાય છે,
આજકાલ તારી સાથે કેવો ક્રૂર અન્યાય વધતો જાય છે
સમયે ન આવે તો દુઆ અને વધુ થાય તો શ્રાપ તને થાય છે,
જો તને ધરતી ને મળવાની તીવ્ર ઈચ્છા એટલી વધતી જાય છે
તો આઠ મહિના સુધી મામાના ઘરે પાર્ટી કરતા મોડું થાય છે,
તારા આવવાથી હું ધરતી અને સર્વ ખુશ થઈ જાય છે
તોપણ મેહુલિયો એટલો મોડો કેમ થાય છે,
કસોટી કરું તારા નામથી, શું બાળપણના મિત્રો મળી જાય છે
દોડ જો દોસ્ત સઘળું ભીંજાય છે માટીના મોર બળદ ને ઘર,
વ્યસ્ત જીવનમાં જોવું મિત્રોની હરોળ ક્યાં સુધી લાંબી જાય છે
પછી હું કમલેશ જાણું કે, બાળમિત્રોને સાથે આજે મસ્તી કેવી થાય છે.
