ગઝલ :- નથી.
ગઝલ :- નથી.
મારાં પ્રેમની કોઈ છબી નથી ને મને કોઈ વાત ગમી નથી,
કોઈના વચને મને કોઈ પાનખર હજુ નડી નથી.
વચને પ્રેમાળ અને લાગણીશીલ હસીના જડી નથી
એટલે જ તો મને મારા ખ્યાલમાં કોઈ યોવના ગમી નથી
ઉઘાડી મૂકું નોટબુક કે સાથે પેન્સિલ પણ,
વરસાદના ઝાપટે ભીંજાય બુક મને પસંદ નથી.
હૃદયથી છું હું નિર્દોષ સાવ
એટલે કડવા ઘૂંટ મારાથી જીરવાય એમ નથી
અફવાની ચર્ચાએ જોર છે આજકાલ ઘોર
મને લાગે કે આ રસ્તે ભીડ બહુ મને કારણ ગમ્યું નથી
ઘવાયો પણ લાગણીથી છું હું પોતે
ક્યાંક સજજનોની દુનિયાએ ભૂલથી પગલું પડ્યું હશે
દરિયે ડૂબી જવાના ભયથી તાળી પાડતા રહ્યા એ
મને લાગે કે તરતાં શીખવવામાં એમનું કેટલું જોર હશે
રસ્તે મૂકેલા ખુદના કદમો પણ હવે નકારે છે કેડી.
લાગે કે મારી નશામાં ચાલવાની ટેવ કોઈએ હજુ જાણી નથી.

