નડે છે
નડે છે
મુદ્દે મુદ્દે મમતા નડે ,છે
પછી ઘડે રોજ નવા કાવતરા એ નડે છે.
નથી પહોચાતું મુજથી,
કેમ કે ક્યાંક સબંધ ને લાગણી નડે છે.
જઈ શકાતું નથી સ્વયં થી તટ સુધી,
વિચાર તો આવે છે પણ,
ત્યાં પહોંચતા અમારી આળસ નડે છે.
એમ તો હું જઈ આવું ઉપર વટથી,
પણ એ સંધ્યાકાળ ને વળી,
ફરી ચોમાસે વરસાદની આગાહી નડે છે.
એકલા પડો તો વંચાય ઇતિહાસ,
સબંધ સાચવવા ગણિતમાં સરવાળો નડે છે
નડે છે ખુદ સ્વને,
પછી બહાને આ અને પેલા મને નડે છે !
રબારી કમલેશ ઘાણાં
પરમ આદરણીય સર્વ સ્નેહીજનો અને મારા વ્હાલા વિદ્યાર્થીઓના આશીર્વાદથી મારી કલમને બે શબ્દો મળ્યા એ બદલ આપ સર્વશ્રીઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છે. અને મારી સ્વ - રચિત રચનાં અર્પણ કરી ધન્યતા અનુભવું છું...
