ખ્યાલોમાં...
ખ્યાલોમાં...
એ ફુલ બનીને હસતી હતી
એ મુજ હૈયે વસતી હતી
પહેલી નજરે જોઈ પાગલ થઈ ગયો
કેવું મીઠું મીઠું એતો હસતી હતી
સ્વપ્નાઓ એના વારે વારે જોયા કરું
ખબર નથી સમય ને હું કેમ ખોયા કરું.
પરોઢે કલ્પનાઓ એવી થાતી
કાલે ફરી મળીશું એ આશથી જીવ્યા કરું.

