આદર્શ જીવન.
આદર્શ જીવન.
મસ્તક નીચે રાખી મહેનત હાથ ધરજે,
ધીમેથી કોઈને મદદ કરી દાન તું કરજે
મૃગજળ કાજે ભાખે છે શિકારી થઈ
તું ખોબે પાણી ધરી તરસ છીપાવજે
જન - જને ફરક હોય છે બહુ દુનિયામાં
લાગણી બાધી અમર સબંધ તું રળજે
મળે કોઈ અંધકારે તો પંપાળી રસ્તે કરજે
મળ્યો મોંઘો દેહ એનુંય ઋણ અદા કરજે.
મુશ્કેલ હતું તેમ છતાંય બધું પાર પડ્યું
હવે તું કરજોડી પ્રભુનો ઉપકાર માનજે
કોઈ આશથી આવે કેડી... તારી મજારે
તું સજજન છો એવું માની મદદ કરજે.
✍️ કમલેશ રબારી ઘાણાં (કેડી.)
KdsirGhana
