વેરાય જોને રંગ
વેરાય જોને રંગ
વન વગડે રેલાય છે જોને રંગ વસંત ને સંગ
થોડાંક કુંપળો ને થોડાક કોમલતાનો એ
જાણે જામ્યો હશે પાનખરને વસંતનો જંગ
ધીમેથી ફાગણ આવીને કેસૂડાંને આપી જાય રંગ
જોને ફરી આજે મલકાતાં ધુળેટીનો લૂંટી જાય રંગ
જાણે જામ્યો હશે પાનખરને વસંતનો જંગ
વડવાઓ મૂંઝાયા ને બાળ પર્ણોએ રાખ્યો છે રંગ
અમથાં પતંગિયાએ ફૂલોને શું ભરમાવ્યા હશે લૂંટી રસ
જાણે જામ્યો હશે પાનખરને વસંતનો જંગ.
પંખીઓના કોયલની કુજનથી મહેકી રહ્યું છે ઉપવન જાણે
મોરલાનો ટહુકાર જાણે લાગ્યો આજે વ્યથામાં
વાદળને ખસાવી
પહેલા સરસવને મહુડે શણગાર સજ્યો છે પીળા ફૂલોનો
જાણે જામ્યો હશે પાનખરને વસંતનો જંગ.
મધ્યાહ્ન હતી ને ઝરણાંના ખળખળતા નીરે છીપાવી તરસ
ફૂલ, ફળ,ને અનોખા સ્વાદનો ખજાનો
