મારી વ્હાલી શાળા.
મારી વ્હાલી શાળા.
પ્રથમ પાડી હતી પાપા પગલી પ્રવેશોત્સવમાં,
એ રૂડી પ્રાથમિક શાળા હતી જડીયાલી.
ઓળખ તો નહોતી પ્રથમ દિવસે કોઈની
સ્વર વ્યંજનો તો સૌને શીખવ્યા વ્હાલથી,
સ્વજન થઈ બાળપણમાં જોડાયા મિત્રથી
એ ટુકડી મળતી રમતાં મેદાને જીતથી
પછી
કક્કાનાં અક્ષરની જેમ જોડી મિત્રતા પળમાં
ગુજાવ્યો હતો વર્ગ કોલાહલથી
હું અને મારા જેવા સૌ ભાઈ બહેનો
લઇ ગયા ગુરુજનોથી શિસ્ત, શિક્ષણને સંસ્કારો.
ભલે હવે આવે વિપ્તી
જીલી લઈશું અનેક પડકારો.
આવ્યા હતા, પાટીને પેન લઈ વિદ્યાધામે,
આજે ઉત્સવ છે હૈયું હરખાય છે ગામે
ત્યાંથી થઈ શરૂઆત ભણવાની,
પછી તો શું મજા આવી ગમ્મત સાથે ગણવાની.
રિશેશ પૂરી થતાં એકીટશે જોઇને
આપણાં સાહેબ આવે છે, કહેતા હરખથી
એ અવાજના શોરથી ચૂપ થઈ જવાતું
હવે એ બહાનું આજે કીધા વગર નથી રહેવાતું.
પ્રાર્થનામાં આવતાં વારાઓ સુધી તો ઠીક
પ્રાર્થના સભામાં પ્રશ્ન પૂછી લીધો તો... ખોટા પડીશું, એ પણ ખૂબ લાગતી બીક.
વર્ગમાં લેશન જોવાની વેળાનું બહાનું હજુ એજ કે,,,
સાહેબ ચોપડો ભુલાઈ ગયો
ના પૂછતા કારણ હજુ જવાબ નથી સાથમાં.
ભણાવ્યું એ બધું જ ભણ્યા... ગુરુજી,
માફ કરશો. ઋણ અદા કરી. હવે ગૌરવ અપાવીશું સૌને...
✍️ કમલેશ રબારી ઘાણાં
( મારી સ્વ રચિત કાવ્ય. મારા બાળ શિક્ષણના ધામ જડિયાલી પ્રાથમિક શાળાને સમર્પિત.)
