ફિદા.
ફિદા.
તું ગઝલ સારી કરે છે
વાતે વાતે એ તારા પર મરે છે,
શણગાર શબ્દોનો કરે છે
ને વળી તીર શબ્દોના પડે છે
મસ્તક નમાવી રાખે છે
ફરી સ્વપ્નાઓ તારા જોવે છે
તારી અદાઓથી વાકેફ છે કેડી..
પછી તું કંઈ ઘમંડ શાને ફરે છે
યાચનાઓ મંદિરે વિધિથી કરે છે
પ્રથમ પ્રસાદ ધરી સઘળું હૈયે ધરે છે
તું હોય ત્યારે બાગ ખીલવે છે
પછી રેગિસ્તાનમાં શાને મળે છે
✍️ કમલેશ રબારી ઘાણાં (કેડી)
