ગુરુજીને વંદન
ગુરુજીને વંદન
1 min
8
ગુરુજીએ આપ્યું છે અનેરું, એનો થાય આનંદ
ગુરુજી તમને દિલથી કરીએ વારે વારે વંદન.
ઠોકરો સહી ચાલતો થયો ને પછી સ્કૂલે ગયો,
જ્યાં બોલતો થયો ને જાણે મોરલો ટહુકી ગયો.
ખુદને સાચવવાની હિંમત નહોતી દફતરે બોજ કીધો,
ચાલીને નિશાળે ગયોને ગુરુએ ગળે લગાવી દીધો.
કલમથી ક્કકો લખાયોને શાબાશી મળી,
જાણે હિંમત આપી, કિંમત આપીને આપી ઓળખ.
ભેગા મળી ભેરુ થયાં ગુણ આપી ગુરુ ચોફેર થયાં ઉજાશ,
પુણ્ય તમારું પાંખો ફૂટી, ગુરુજી તમને વારે વારે વંદન.
✍️ કમલેશ દેસાઇ ઘાણાં
KdsirGhana.
