STORYMIRROR

Parag Pandya

Fantasy

4  

Parag Pandya

Fantasy

તમે પૂછો તો હું કહું ને !

તમે પૂછો તો હું કહું ને !

1 min
250

ચાંદ પર લૈ જઉં પણ ચાંદ ચાંદ પર શું કરશે ?

તમે પૂછો તો હું કહું ને !


સૂર્યકિરણ પર સવારી કરીએ પણ જલનનું શું ?

તમે પૂછો તો હું કહું ને !


આભૂષણો સોનાનાં પણ તારી સાદગી સામે નાકિંમત !

તમે પૂછો તો હું કહું ને !


ફરું જખ્મોની સંગ પણ આવું તો ફક્ત મુસ્કાન સાથે !

તમે પૂછો તો હું કહું ને !


તમે કે'તા-બાપરે આટલું મોંઘું? બધું મેં રાખ્યું છે ખરીદી !

તમે પૂછો તો હું કહું ને !


વાત તારી સાથે કે પછી તારી વાત બીજાઓ સાથે ગમે !

તમે પૂછો તો હું કહું ને !


રંગીન શિયાળ આવી ઉભું છે પણ ડર ક્યાં હવે, મોતનો ?

તમે પૂછો તો હું કહું ને !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy