STORYMIRROR

Deepa Gide

Romance Fantasy

4  

Deepa Gide

Romance Fantasy

વર્ષા હેલી

વર્ષા હેલી

1 min
407

 ગગનના વિકરાળ 'ગર્જન'થી,

 ધરતીનાં તરબતર 'ભીંજન'થી,

 મેહુલિયાનાં આજ થયેલા 'દર્શન'થી,

 મનમાં થયેલા પાણીનાં 'સર્જન' થી,


 નીતરતા, નીખરતા ગગન 'ચમકાર'થી,

 ભીંજાવી મહેક માટીને 'શણગાર'થી,

 સરકતાં બૂંદો એવાં તો શું 'ગર્જ્યા',

 'ધોધ' અને 'ધરા' બંને સાથ 'સર્જ્યા',


 શણગારી ગગને સુંદરતાથી 'ધરતી' ને,

 જાણે એકમેકને બંને મળવા જ 'તરસ્યાં',

 બસ, આવીજ થતી રહેતી વર્ષાની 'હેલી',

 તાજગી વહેતી, મહેકતી 'સુંદરતા' કેડી,


 લાવી શકે તો તું, લાવજે 'વર્ષા ',

 તારી સાથે 'અમ' મિલનની 'હર્ષા',

 સ્વપ્ન સંજોઈ મોટા 'ગગન' કેરા,

 વરસાવી અંતરમનને 'ધરતી','આભ','ગગન' જેવાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance