ચોકલેટની મીઠાશ
ચોકલેટની મીઠાશ
'ચોકલેટ'ની મધુર મીઠાશ,
મીઠાશથી થતી શરૂઆત,
શરૂઆત આપણા પ્રેમની,
પ્રેમથી 'પાંગરતો' પ્રવાહ,
પ્રવાહ જીવનની સુગંધનો,
સુગંધ લાગણીનાં વરસાદની,
વરસાદમાં થયેલું આપણું મિલન,
મિલનમાં જ રહેલું આપણું 'વચન',
વચનમાં બંધાયેલો 'વિશ્વાસ' આપણો,
આપણી વચ્ચે કહેવાયેલા 'શબ્દો'નો સાર,
શબ્દોના સારમાં સંગ્રહાયેલી 'ભાવના',
ભાવનામાં જ સચવાયેલી 'યાદો',
યાદોમાં જ સમજાયેલી 'હૂંફ',
હૂંફમાં જ તારી મળતી મને 'મીઠાશ',
મીઠાશ સાથે ખાધેલી 'ચોકલેટ',
'ચોકલેટ' જેણે કરેલી પ્રેમની 'અરજી',
'અરજી' સ્વીકારી થયેલી શરૂઆત,
શરૂઆતથી 'અંત' સુધી બસ,
માણેલી 'ચોકલેટ'ની 'મીઠાશ'.