STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

સમાવી રહ્યો છું.

સમાવી રહ્યો છું.

1 min
16

હ્રદયની ભાવનાઓ હું બહાર લાવી રહ્યો છું,

ભાવનાઓને કલમથી હું કંડારી રહ્યો છું,

કલમથી મારા સુંદર શબ્દોને શણગારીને,

તારી ગઝલ લખવાનું હું વિચારી રહ્યો છું.


તારા યૌવનની મહેંકમાં હું ડૂબી રહ્યો છું,

જામ જેવો તીવ્ર નશો હું અનુભવી રહ્યો છું,

નશીલા શબ્દોને મારી કલમથી શણગારીને,

તારા ગઝલની રચનાનું લેખન હું કરી રહ્યો છું.


તારા અધરોના શબ્દોને હું સાંભળી રહ્યો છું,

ગઝલમાં પ્રણય રસનું વર્ણન હું કરી રહ્યો છું,

તારા પ્રેમની શાયરીને ગઝલમાં ભેળવીને,

તારી ગઝલનું મધુર સ્વરાંકન કરી રહ્યો છું.


તને ગઝલ સંભળાવવા આતુર બની રહ્યો છું,

તારા હ્રદયના ધબકારનો તાલ મેળવી રહ્યો છું,

તારા પ્રેમ રાગનો મધુર આલાપ કરીને "મુરલી",

તને ગઝલ સંભળાવી હ્રદયમાં સમાવી રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance