STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

પ્રેમનું મહાકાવ્ય

પ્રેમનું મહાકાવ્ય

1 min
18

નજર મળી અને હૃદયમાં વસંત બેસી ગઈ,
તારા આવવાથી મારી પાનખર દૂર થઈ ગઈ.

તારા હસવામાં છે બધી ખુશીઓનો સરવાળો,
તું આવી તો મને આખી દુનિયા મળી ગઈ.

તારા હૃદય પર લખી છે મેં તો પ્રેમની ભાષા,
તારા નામથી મને નવી ઓળખ મળી ગઈ.

મિલનની એક પળ યુગ જેવી લાગે છે મને,
જોઈ લે તું, સમયની ગતિ પણ થંભી ગઈ.

તારા સથવારે જિંદગીનું દુઃખ ભૂલાઈ ગયું,
મારી તરસને હવે પ્રેમની સરિતા મળી ગઈ.

 આ ગઝલ નથી, આ છે પ્રેમનું મહાકાવ્ય,
“મુરલી”ની આ કલમ આજે ધન્ય થઈ ગઈ.

 રચના: ધનજીભાઈ ગઢીયા “મુરલી” (જૂનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance