STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તું મારી અને હું તારો

તું મારી અને હું તારો

1 min
0

તું મારી અને હું તારો, પ્રેમનો આ સ્વીકાર છે,
બે ધબકતા હૈયાંમાં પ્રેમના સપના સાકાર છે.

 તારી પ્રેમની સરિતામાં હું રોજ ડૂબતો જાઉં છું,
 મારા દરેક શ્વાસ પર બસ તારો જ અધિકાર છે.

 ચંદ્ર પણ શરમાઈ જાય તારા મુખની ચમક સામે,
તારા મુખની ચમક એ જ જીવનનો શણગાર છે.

તારા વિના આ જિંદગી લાગે સૂનું એક આકાશ,
તું જ મારી ધરતી છે અને તું જ મારો આધાર છે.

હાથમાં હાથ રહે તો રસ્તા તમામ સરળ થઈ જાય,
તારા સંગે કાંટામાં પણ ફૂલોની સુવાસ અપાર છે.

 પ્રેમની આ વાર્તાનો કોઈ જ અંત કદી નથી હોતો,
 તું જ મારી શરૂઆત અને તું જ મારો સંસાર છે.

 'મુરલી' તારો અને મારો છે યુગો યુગોનો સથવારો,
 તારા વિના મારી જીવનની હરપળ સાવ બેકાર છે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama