જીવનનો સાર "પ્રેમ"
જીવનનો સાર "પ્રેમ"
પ્રેમ વિના આ સૃષ્ટિ આખી શૂન્ય ભાસે છે મને,
હ્રદય ભીતર તો ફક્ત સાચો સ્નેહ રાચે છે મને.
રોજ નફરતના અનિલ સામે બુઝાઈ જાય જે,
એ જ દીપક પ્રેમનો કાયમ પ્રકાશ આપે છે મને.
જ્ઞાન કે વૈભવ બધું લાગે જળના મરીચિકા સમું,
એક શ્રદ્ધા થી પ્રેમની જિંદગી જીવવી ગમે છે મને.
દર્દ હોય કે દુઃખ હોય એ સ્મિતમાં ફેરવાઈ જાય,
જ્યારે હ્રદયમાં આપનો વિશ્વાસ વ્યાપે છે મને.
જે સમજી શકે જરા પણ પ્રેમનો આ ગુપ્ત સાર,
એ જ ચહેરા પર અનોખી ભાત દેખાય છે મને.
બ્રહ્માંડ આખું પ્રેમની વ્યાખ્યા ગણાવે છે છતાં,
એક આંસુ પ્રેમનું સગપણ સદા શીખવે છે મને.
'મુરલી' તાન છેડીને મસ્ત બનવું છે નિજાનંદમાં,
રાધા કૃષ્ણના પ્રેમનો ઉપદેશ અતિ ગમે છે મને.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
