STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

મન વગર

મન વગર

1 min
0

જીંદગીમાં કદી પણ રંગત નહીં આવે મન વગર,
દિલમાં પ્રેમનો ઉમંગ પણ નહીં આવે મન વગર.

સપનાં વગર ચહેરા ઉપર સ્મિત ક્યાંથી હોય?
પ્રેમ વિના સફરમાં સાથે નહીં આવે મન વગર.

ફૂલ ખીલવા છતાં પણ સુગંધ લાગે અજાણી,
જીંદગીમાં મધુર સુગંધ નહીં આવે મન વગર.

ચંદ્રનાં શિતળ કિરણો રાતભર ફેલાતા રહે છતાં,
આંખોમાં ચંદ્રની શિતળતા નહીં આવે મન વગર.

જીંદગીના દર્દને જે સંગીત સમજીને માણી શકે,
દિલમાં એવા મધુર તરંગો નહીં આવે મન વગર.

શબ્દ પણ નિર્જીવ છે જે દિલમાં કદી પ્રેમ નથી,
ગઝલ લખવા કલમ કામ નહીં આવે મન વગર.

મનમાં પ્રેમની જ્યોત પ્રજ્વલિત રાખજે "મુરલી",
જીંદગીમાં પ્રેમનો ઉજાશ નહીં આવે મન વગર.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational