રાહ પરથી ભટકી જતો નહીં
રાહ પરથી ભટકી જતો નહીં
કોઈ કરે ટીકા તારા કામની ગભરાતો નહીં,
ગભરાઈને કામ અધૂરું છોડી દેતો નહીં,
લોકોની તો આદત છે હંમેશા દોષો જોવાની,
લોકોની દૃષ્ટિથી તારી જાતને મુલવતો નહીં,
કાંટા, કાંકરા, પથ્થર પણ આવશે રાહમાં,
મંઝિલ માટે પ્રયાસો અધૂરા છોડતો નહીં,
રોકાયા વગર સતત માર્ગ પર ચાલતો રહેજે,
રાહ પરથી તું કદી ભટકી જતો નહીં,
માર્ગમાં અંતરાયો તો ઘણા બધા આવશે,
તેનાથી ગભરાઈને તું કદી અટકી જતો નહીં,
તારા મન પર તું લગામ રાખી દેજે સદા,
બહાનાઓ બનાવી તું છટકી જતો નહીં.
