STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બની જા અદ્ભૂત રંગ

બની જા અદ્ભૂત રંગ

1 min
163

રંગોથી દોરેલી રંગોળી છે શાનદાર,

બનાવે મન આંગણને એ જાનદાર,


રંગ મળે સૌ સાથે, ત્યારે બને રંગોળી,

સૂરતાલ મળે સૌ સાથે, ત્યારે બને શામ સૂરીલી,


હોય બાગમાં લાલ, લીલા, પીળા ને સફેદ ફૂલો,

મહેકાવે આ બાગને, બની બાગની શાન,

વધારે જગતમાં એનું માન,


પ્રકૃતિ પણ બહાર ને કરે અનેક રંગો અર્પણ,

બતાવે માનવીને એ જીવન દર્પણ,

રંગોથી જ શોભે રંગોળી એક રંગનું નહીં કામ,


જીવન પણ રંગોળી જેવું,

સુખ, દુઃખ,ગમ, ઉદાસી,

આશા, નિરાશા,

હતાશા, પ્રેરણાના રંગોથી,

બને અદભૂત રંગોળી,

જીવન આંગણ સોહાય,


વિલાપ શા માટે કરે એ માનવી દુઃખના આ ડલ કલરથી ?


દુઃખનો કલર ના હોય તો સુખ કેમ દેખાય ?

દુઃખથી કેમ ગભરાય ?


ભીતર પડેલ અખૂટ શક્તિ આમ દુ:ખે પરખાય !

સુખ તારી ભીતર પડ્યું પડ્યું મલકાય !

જો ને ! હૈયું તારું પ્રેમથી છલકાય,

તારું જીવન આંગણ હરખથી હરખાય !


જીવન છે રંગીન રંગોળી,

બની જા અદભૂત રંગો,

દીપાવ જીવનનું આંગણું,

બની રંગબેરંગી રંગોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational