જીવનને થનગનાટથી જીવી લઈએ
જીવનને થનગનાટથી જીવી લઈએ
જીવનને થનગનાટથી જીવી લઈએ ખબર નહીં કાલ થશે કે નહીં..
જીવનનો આનંદ માણી લઈએ ખબર નહીં..
લોકોને માફ કરતા શીખી જઈએ ખબર નહીં..
બે બોલ પ્રેમથી બોલી લઈએ ખબર નહીં..
જીવનના સાચા સુખના ખજાનાની ચાવી શોઘી લઈએ ખબર નહીં
જીવનને જીવવાનો નજરીઓ બદલી લઈએ ખબર નહીં..
સાહસના સમુદ્રને જગાડી દઈએ ખબર નહીં
વિશ્વાસના વડીલને જગાવી દઈએ ખબર નહીં,
પવિત્રતાના ભાવને પ્રેરી લઈએ ખબર નહીં..
શું કામ જીવીએ છીએ એની જવાબદારી સમજી જઈએ ખબર નહીં..
હે, પ્રેમાળ પંખીડા, એક દિવસ માળામાંથી ઊડી જઈશ,
ચાલો આજને માણી લઈએ,
પગને જમીન પર રાખી ઊંચી ઉડાન ભરી લઈએ.